|
|
|
આણંદ નગરમાં આજે નાનાં-મોટાં પચાસથી વધુ મંદિરો પર ધર્મની ધજા લહેરાય છે. પ્રાપ્ત
માહિતી મુજબ લોટેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન ગણી શકાય કેમકે તેની ઉત્પત્તિકથા
દ્વાપર યુગના પાંડવો સાથે જોડાયેલી છે. હિન્દુ ધર્મમાં 20 જેટલાં મંદિરોની માહિતી
અહીં નોંધી છે. અન્યની નોંધ માહિતીના અભાવે લખી નથી. એથી એ મંદિરોના ધાર્મિક
મહત્વમાં કોઇ ફેર પડતો નથી. એ સાથે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન વગેરે ધર્મનાં
મંદિરો પણ હયાત છે અને એમના થકી જે તે ધર્મના લોકો એમના ઇષ્ટદેવનું સ્મરણ ભજન કરે
છે. અહીં જે મંદિર/ ઘર્મસ્થાનકની માહિતી હાલ નથી રજૂ કરી શકયા તે
ભવિષ્યમાં જરૂરથી પ્રગટ કરીશું.
|
|
|