AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back

Forward
Share |
  
આશા અને પુરી માતાજીનું ��્થાનક,પીપળાવ

આપણા સમસ્ત સમાજની શ્રદ્ધા ધરાવતાં સ્થાનકોની ઉત્પતિ કથામાં એક બાબત સામાન્યતઃ વાંચવા સાંભળવા મળે છે કોઇપણ સ્થળે ગાયનું ઉભા રહેવું, તેનાં આંચળમાંથી દૂધની સતત ધારા થવી અને ખોદકામ કરતાં કોઇપણ દેવ-દેવીની મૂર્તિનું મળી આવવું અને પછીનું શ્રદ્ધાનું સ્થાનક બનવું. પીપળાવ-આશાપુરી માટે પણ આવી કથા લોકોમાં કહેવાય છે. કોઇ પીપા રબારીનું ગાયોનું ધણ આ સ્થળે ચરતું હતું તેમાંથી એક ગાયના આંચળમાંથી દૂધની ધારા ટેકરા પર થવા માંડી જેથી સાંજે રબારીને તે ગાયમાંથી દૂધ ન મળતાં ચિંતા થઇ. તપાસ કરતાં કારણ જાણવા મળ્યું. આથી ગામલોકોએ જાણ પેશવા રાજાને કરી અને રાજાએ ટેકરાનું ખોદકામ કરાવતાં બે ભવ્ય મૂર્તિઓ પ્રગટ થઇ. સં. 1042ના ભાદરવા સુદ આઠમે માતાજીનું પ્રાગટ્ય થયેલ તેથી આઠમ-નોમ અહીં મોટો ઉત્સવ ઉજવાય છે. માતાજીના પ્રાગટ્યમાં પીપા રબારી નિમિત્ત બન્યા તેથી ગામનું નામ પીપળાવ પડ્યું. ગામને આશાપુરી પણ કહેવાય છે.

આ થઇ વર્તમાન મંદિરની વાત. લોકવાયકા મુજબ, આ સ્થાનક મહાભારતના સમયમાં પાંડવો ધ્વારા સ્થાપવામાં આવેલ. આજનું પીપળાવ એ મહાભારતના સમયનું હેડંબા વન. પાંડવોના વનવાસના વર્ષોમાં પાંડવો અહીં રોકાયા હતા. શક્તિ સ્વરુપા દ્રૌપદીએ અહીં આશા રાખી માતાજીનું સ્થાપન કર્યું. માતાજીના સાનિધ્યમાં વનવાસ પૂર્ણ કરી, તેમનાં હથિયાર સમડીના વૃક્ષમાં સંતાડી, તેરમું અજ્ઞાતવાસ વર્ષ પૂર્ણ કરવા પાંડવો અહીંથી ધોળકા ગયેલા. અજ્ઞાતવાસનું 13મું વર્ષ પૂર્ણ કરી પાંડવો અહીં પરત આવી, રાજ્ય સ્થાપનની ઈચ્છા પૂર્ણ થતાં આશામાની સાથે પુરીમા અને ગણપતિની સ્થાપના કરી. આમ, અહીં આશા-પુરીમાનું સ્થાનક સ્થપાયું. સમયનું ચક્ર ફરતાં અહીં ટેકરો બની ગયો !

પીપળાવ ગામના આશાપુરી માતાજીના મંદિરે બે માતાજીની મૂર્તિઓની પૂજા થાય છે અને દર્શન થાય છે. મંદિરમાં બિરાજમાન મુખ્ય મૂર્તિ અને તેમની બાજુમાં બિરાજમાન નાની મુર્તિએ આશા અને પુરી માતાજીની મૂર્તિઓ છે. આશા અને પુરીએ બહેનો હતા તેમ મનાય છે, આશા મોટાં અને પુરી નાનાં. આમ, આશા અને પુરી માતાજીની મૂર્તિ ધરાવતા આ આશાપુરી માતાજીના મંદિરની સ્થાપના સોળમાં સૈકામાં થયાનું મનાય છે.

મળતી માહિતી અનુસાર આ મંદિર છત્રપતિ શિવાજીના સમયમાં પેશવા સરકારે બાંધી આપ્યું છે. પેટલાદ તાલુકાના પીપળાવ ગામે આશાપુરી માતાજીનું સ્થાનક છે. આણંદ જિલ્લાનું આ એક તીર્થધામ છે. આશાપુરી માતાના ગુજરાતમાં પણ ઘણે સ્થળે સ્થાનકો છે. ગુજરાતની ઘણી કોમોની આશાપુરી માતા કુળદેવી છે. સૌના માટે આશાપુરી માતાના દર્શનનો મહીમા છે.

હાલમાં આશાપુરી માતાજીના અંદરના ચોકમાં જમણી બાજુએ પંચમુખી મહાદેવ, નારણેશ્વર મહાદેવ, ભીમનાથ મહાદેવ અને ડાબીબાજુએ ગણપતિ, તરલેશ્વર મહાદેવ, ખોડિયાર માતાજી, લોટેશ્વર મહાદેવ તેમજ હનુમાનજીના સ્થાનક છે. હનુમાનજીના સ્થાનકમાં વચ્ચે કાળભૈરવની મૂર્તિ તેમજ અન્ય મૂર્તિઓ છે. માતાજીની સામે સરોવર છે જેને સુંદર ઓવારો પણ છે. લોકવાયકા મુજબ આ સરોવરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન સ્નાન કરતા હતા તેથી તેનું નામ નરનારાયણ સરોવર પડ્યું છે. સરોવરના ઓવારે જ ચૌલક્રિયા વિધિ થાય છે.

ચરોતરમાં ધર્મનો પાંચેક હજાર વર્ષનો ઇતિહાસ છે. એની તમામ પરંપરાઓ, પ્રવાહો નોંધવા એ એક ભગીરથ કાર્ય છે. અહીં વર્તમાનમાં જોવા મળતી હિન્દુ ધર્મની કેટલીક પરંપરાઓનો ઉલ્લેખ કર્યો છે. આ માત્ર પરિચય છે, અધ્યયન નહીં. હિન્દુ ધર્મની જ વિગતો પૂરી નોંધાઇ નથી તે પરિસ્થિતિમાં ઇસ્લામ, જૈન, ખ્રિસ્તી વગેરે ધર્મ પરંપરાઓનો તો વિચાર જ ન થઇ શકે. ચરોતર ધર્મના તમામ પ્રવાહો થકી અતિ સમૃધ્ધ છે.   

.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com