બલંગી રાજા
બલંગીનો ટેકરો નામે એક સ્થાન
માતર (જિ.ખેડા) પાસે આવેલું છે.
બલંગી નામે એક રજપૂત રાજા
મહમંદ બેગડાના સમય દરમિયાન અહીં
–
માતર ખાતે રાજ્ય કરતો હતો. આ બલંગી રાજા અંગે પ્રજામાં દંતકથાઓ કહેવાય છે.
એક દંતકથા અનુસાર આ બલંગી
રાજાને મુસલમાનો પ્રત્યે ભારે દ્વેષ હતો. એમ કહેવાય છે કે, તે રોજ એક મુસલમાનનું
ખૂન કરતો, તેના લોહીથી ચાલ્લો કરતો અને પછી જ ભોજન કરતો.
એક દિવસ આ બલંગી રાજાએ નિયમ
અનુસાર એક નમાઝ પઢતા ફકીરનું ખૂન કર્યું. મરતા પહેલાં ફકીરે શાપ આપ્યો અને બલંગી
રાજા અને તેનું કુટુંબ ટૂંક સમયમાં જ ખેદાન-મેદાન થઇ ગયું.
ગામલોકના જણાવ્યા પ્રમાણે
બલંગી રાજાનો જ્યાં મહેલ હતો ત્યાં જ બલંગીનો ટેકરો આવેલો છે.
અન્ય એક દંતકથા મુજબ,
મહેમદાવાદના મુસ્લિમ બાદશાહ મહંમદ બેગડાએ આ મુસ્લિમ દ્વેષી રાજાને ઠેકાણે પાડવા
તેને પકડ્યો અને કેદ કર્યો. તેને છોડવા માટે મહંમદ બેગડાએ બે શરત મૂકીઃ તારી બહેન
મને પરણાવ અને મુસલમાનોને મારવાનું બંધ કરી દે. બલંગી રાજાએ મહંમદ બેગડાની શરતો
માની નહીં. આથી ગુસ્સે થયેલા મહંમદ બેગડાએ છળકપટ કરી બલંગી રાજાની બહેનને પકડી
મંગાવી પોતાના મહેલમાં બેસાડી.
બલંગી રાજાના પૂત્રોએ, અન્ય
હિન્દુ રાજાઓની મદદથી, બલંગી રાજા અને તેમની બહેનને મહંમદ બેગડા પાસેથી છોડાવ્યાં.
પરન્તુ, રાજપૂત કન્યા મુસલમાનના મહેલમાં રહી તેથી ધર્મભ્રષ્ટ થઇ. આવું માનતા તે
રજપૂતોએ બલંગી રાજાની બહેનને ગામના છેડે જુદા મકાનમાં રાખી. આ બહેનના જે વારસો થયા
તે મોલેસલામ ગરાસિયા કહેવાયા. આ મોલેસલામ ગરાસિયાઓ માતર નજીકના એક પરામાં વસે છે.
|