ભાણસાહ���બ (ઇ.સ. ૧૬૯૮ – ઇ.સ. ૧૭૫૫, કીનખીલ���ડ)
ભાણસાહેબનું મૂળ વતન ઉત્તર
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વારાહી ગામ. પણ પિતાજી વહેપાર અર્થે ચરોતરના (આણંદ
જિલ્લાના બોરસદ તાલુકાના) કીનખીલોડમાં રહેતા હતા. ગામના લોકો ભાણસાહેબના પિતા
કલ્યાણજી ઠક્કરને ભગત કહેતા. કલ્યાણજીભાઇ અને અંબાબાઇને બે પુત્રો – મોટો કહાનદાસ
અને નાનો ભાણ. ભાણસાહેબનો જન્મ વિ.સં. ૧૭૫૪ના મહાસુદ એકાદશીને દિવસે થયેલો. એમનું
બાળપણ કીનખીલોડમાં વીત્યું હતું. પિતા વતન પરત ફરતાં તેઓ પણ તેમની સાથે વારાહી ગયા.
૨૬ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન વારાહીના મેઘજી ઠક્કરની દીકરી ભાણબાઇ સાથે ઇ.સ.
૧૭૨૪માં થયાં. બંને પતિ-પત્ની પ્રભુપરાયણ હતાં. ભાણસાહેબના પુત્ર ખીમ સાહેબનો જન્મ
વારાહીમાં થયો હતો. તેઓ
‘ખલક
દરિયા ખીમ સાહેબ’
પણ કહેવાય છે. સમગ્ર જીવન પ્રભુભક્તિમાં વિતાવી ભાણસાહેબે
વિ.સં. ૧૮૧૧ના ચૈત્ર સુદ ત્રીજને ગુરુવારે દિવસે કમીજલાના
પાદરમાં સમાધિ લીધી.
ભાણસાહેબે પોતે કોઇ સંપ્રદાય
સ્થાપ્યો નથી. એમણે માત્ર ૧૭ જેટલાં ભજન લખ્યાં છે. આ ભજનો તેમના જીવનની
સચ્ચાઇમાંથી પ્રગટ્યાં છે. એમણે ગાયું છેઃ
‘ભાણ કહે ભટકીશ મા, મથી જોને માંહી,
સમજીને સૂઇ રહે તો, કરવું નથી કાંઇ.’
ભાણસાહેબ પ્રેરિત ભક્તિ આજે
ગુજરાતતના ચારેય ખૂણે ૩૦૦થી વધુ દુવારાઓમાં થાય છે. એમની શિષ્ય પરંપરા – રવિસાહેબ,
ખીમસાહેબ, ગંગસાહેબ, લાલસાહેબ, ત્રિકમસાહેબ, મોરારસાહેબ, ચરણસ્વામી,દાસીજીવણ વગેરે
– નાં ભજનો, આજેપણ ગુજરાતના ગામેગામ ગવાય છે. એમના સંપ્રદાય – રવિભાણ સંપ્રદાયની
કહાનવાડી સ્થિત ગાદી આપણને આ ભવ્ય પરંપરાનો પરિચય કરાવે છે.
|