ચરોતરનાં કેટલાંક નાનાં રાજ્યો
ચરોતરનાં નાનાં રાજ્યો એટલેકે ઠકરાતોની સંખ્યા પંદરેકની તો થાય. એ તમામ અંગે માહિતી
મેળવી શકાય નથી, પરંતુ જેટલી મળી તે અહીં મૂકી છે. આ તમામ ઠકરાતોનો ઇતિહાસ ચરોતર
સંદર્ભે તો જરુરી બને છે. માત્ર એક નોંધ છે.
ઉમેટા રાજ્ય
ઠાકોરસાહેબ પ્રદ્યુમનસિંહજી જગદેવસિંહજીનું અવસાન ૯ સપ્ટેમ્બર,૨૦૦૯ના રોજ ઉમેટા
ખાતે થયું. ઠાકોર અનિરુધ્ધસિંહ એમના સુપુત્ર છે. ઠાકોરસાહેબ જગદેવસિંહજી ઉમેટાના
છેલ્લા રાજવી હતા.
ઉમેટા ૧૪ ગામનું રાજ્ય હતું. ૨૪ કિ.મી.ના વિસ્તારમાં આવેલાં આ ૧૪ ગામ હાલ આણંદ
જિલ્લાના બોરસદ તાલુકામાં આવ્યાં છે. ભારત આઝાદ થતાં આ રાજ્ય હિંદી સંઘમાં વિલીન
થયેલ અને રાજવીને રૂપિયા ૧૪,૪૫૦નું વાર્ષિક સાલિયાણું આપવામાં આવતું, જે ૧૯૭૧થી બંધ
થયું.
એમ કહેવાય છે કે, ગુજરાતના સુલતાન મહંમદ બેગડાએ જ્યારે ચાંપાનેરનો ઘેરો ઘાલ્યો
ત્યારે રાજપૂતની પઢિયાર શાખના આ રાજવીના પૂર્વજોએ તેમાં ભાગ લીધેલો પરંતુ
ચાંપાનેરનું પતન થતાં તેઓ ત્યાંથી ભાગી છૂટેલા અને તેમાંના ઝાંઘરજીએ મહીનાં
કોતરો-જંગલોમાં સંતાઇને, સામાન્ય રીતે દુર્ગમ એવા આ મહી નદીનાં કોતરોમાં આવેલ
ગામોનું એક નાનું રાજ્ય બનાવ્યું. ચાંપાનેરનો ઘેરો ઇ.સ.૧૪૮૪ની ઘટના, આથી ઉમેટા
રાજ્યનો પ્રારંભ ઇ.સ.૧૫૦૦ની આસપાસ ગણી શકાય.
ઘોડાસર રાજ્ય
હાલના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં ભૂતપૂર્વ ઘોડાસર રાજ્ય સમાવાયું છે. ૧૬
ચો.મા.ની વિસ્તારમાં આવેલાં ૧૫ ગામનું બનેલ આ રાજ્યમાં બ્રિટીશ હકૂમત હેઠળનાં અન્ય
પાંચ ગામ-નવાગામ, દોલપુરા, મોટા અજબપુરા, કૂણાનું જાલમપુરા વાંટા અને કૂણાનું
ચારણના મુવાડાનો પણ સમાવેશ થયેલ.વડોદરા રાજ્યને વાર્ષિક રૂપિયા ૨૫૭૭નું નજરાણું આ
રાજ્ય ચૂકવતું, જ્યારે બ્રિટીશ ઇન્ડિયા તરફથી તેને રૂપિયા ૩૦૦૦ વાર્ષિક મળતા. ભારત
આઝાદ થતાં હિંદી સંઘમાં આ રાજ્ય જોડાયું અને તેને વાર્ષિક રૂપિયા ૨૫,૦૦૦નું
સાલિયાણું મળતું, જે ૧૯૭૧માં બંધ થયેલ.
ઘોડાસર રાજ્યના રાજવીઓ કહેવાયા છે કે બુંદેલખંડમાંથી આવેલ રાજપૂત જ્ઞાતિના હતા.
કોળી જ્ઞાતિની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાથી આ રાજવીઓ રાજપૂત મટી ગયા, અને ત્યારબાદ તેઓ
તેમને
‘ડાભી‘
કહેવડાવા લાગ્યા.
પુણાદરા રાજ્ય
સાત ગામનું બનેલ અને સાત ચો.મા.નો વિસ્તાર ધરાવતું પુણાદરા રાજ્ય હાલ તો ખેડા
જિલ્લાના કપડવંજ તાલુકાનો એક ભાગ છે. ભારત દેશ આઝાદ થતાં આ રાજ્ય તેમાં વિલીન થયેલ
અને તેના રાજવીને ભારત સરકાર તરફથી રૂપિયા ૮૧૦૦નું વાર્ષિક સાલિયાણું અપાતું, જે
૧૯૭૧થી બંધ થયું.
અજિતસિંહજી શિવસિંહજીએ પુણાદરા રાજ્યના છેલ્લા રાજવી હતા. કાઠિયાવાડના હળવદના ઝાલા
રજપૂતોના આ વંશજ હતા એમ કહેવાય છે. સાથે એમ પણ જાણવા મળે છે કે, રાજ્યકર્તા મકવાણા
કોળી પરિવારે મહેમૂદ બેગડાના સમયમાં ઇસ્લામ ધર્મ અંગિકાર કરેલ.
મહીકાંઠા એજન્સીના આ રાજ્ય ધ્વારા વાર્ષિક રૂપિયા ૩૭૫
‘ઘાસદાણ’
તરીકે વડોદરા રાજ્યને ચૂકવતા.
ખડાલ સ્ટેટ
ખેડા જિલ્લામાંઆ વેલ ખડાલ સ્ટેટમાં ૧૪ ગામ હતાં. તેનો વિસ્તાર ૮ ચો.મી. હતો, અને
તેની વસતી ૨૮૦૫ની હસ્તી. હાલ આ સ્ટેટનાં ગામો કપડવંજ તાલુકામાં સમાવાયેલાં છે.
|