|
|
|
ખંભાતની મુલાકાતે અકબર બાદશાહ
ગુજરાતમાં શાંતિ સ્થાપવાના હેતુથી મુઝફફરખાંન ત્રીજાના વઝીર એહેમદખાંએ દિલ્હીના અકબર બાદશાહને
ગુજરાતમાં નિમંત્ર્યા, અને પાટણથી ગુજરાતમાં પ્રવેશેલ અકબર બાદશાહ ઈ.સ. ૧૨ ડિસેમ્બર, ૧૫૭૨ના રોજ ખંભાત મુકામે પહોંચ્યા. અહીં તેને સિરિયા, ઈરાક, ઈરાન, તુરાન વગેરે
દેશોના અને સ્થાનીક વહેપારીઓએ તથા મુત્સદી્ઓએ મુજરો કર્યો. બાદશાહે પોતે દરિયાઈ સફર કરી અને ખંભાતના મુસદ્દીની જગ્યાએ હસનખાં નામના અમલદારની નિમણુંક કરી. ખંભાતથી વડોદરા જતાં અકબર બાદશાહને સમાચાર મળ્યા કે, મીરઝાઝાદો ઈબ્રાહિમ કૂચ કરતો મહી નદી તરફ આવે છે. એટલે બાદશાહ તે તરફ આવ્યા અને ઠાસરા તાલુકાના સરનાલ ગામે એ બંન્ને વચ્ચે યુધ્ધ થયું. ૨ ડિસેમ્બર,૧૫૭૨ના રોજ થયેલ એક દિવસીય યુધ્ધમાં અકબર બાદશાહનો વિજય થયો અને તેથી તેમને ચરોતરનો પુરો કબજો મળ્યો. બે- ત્રણ નાની બળવાખોરી સિવાય એકંદરે અકબર બાદશાહના રાજ્યમાં ગુજરાતમાં વિશેષ ચરોતરમાં શાંતિ રહી. ખંભાત બંદર આબાદ થયું. ખેતી સુધરી, વાંટાદારોની વિરુધ્ધના આસાદખાંના હુકમને રદ ક્યા.
કજિયાવેરો, મુંડીવેરો, આબવાબ જેવા વેરાઓ માફ થયા. પ્રજા સુખશાંતિથી જીવવા લાગી.
|
|
|