|
|
|
મહાતમરામજી મહારાજશ્રી
(વિ.સં. ૧૮૮૨ થી વિ.સં.૧૯૪૫, સિમરડા)
આત્મજ્ઞાની સંત મહાતમરામજીનો
જન્મ વિ.સં. ૧૮૮૨ની વસંતપંચમીએ હાલના આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિમરડા ગામે
થયો હતો. પિતા હમીરજી બ્રહ્મભટ્ટ માતા ગલબાઇ સાધારણ સ્થિતિનાં, ધાર્મિક વૃત્તિવાળાં
અને વ્યવસાયે ખેડૂત હતાં. એમનો સ્વર્ગવાસ વિ.સં.૧૯૪૫ના મહાસુદ પાંચમ (ઇ.સ.૧૮૮૯)ના
રોજ થયો. આત્મજ્ઞાની સંત મહાતમરામજીએ સત રમેતિરામ સમ્પ્રદાયની ગુરુગાદી સિમરડા છે
અને હાલ આઠમા ગાદીપતિ હેમારામજી ગુરુ બલરામજી મહારાજ બિરાજમાન છે.
આત્મજ્ઞાની સંત મહાતમરામજી મહારાજશ્રીએ સત રમેતિ રામ સમ્પ્રદાયની ધાર્મિક વિચારસરણી
ભજનો-ગીતો-પદો વગેરેમાં વ્યક્ત કરી છે. આ પદો મહાતમરામજી મહારાજશ્રીના
સ્વહસ્તાક્ષરમાં લખાયેલાં છે અને તેની હસ્તપ્રતની પૂજા ગુરુગાદી સિમરડા ખાતે આજેપણ
થાય છે.અનુયાયીઓમાં એવી માન્યતા છે કે, આ વાણીનો નિત્ય પાઠ કરવાથી આ લોક અને
પરલોકમાં અમર નામના મેળવી અંતે જીવને મોક્ષ પદ પ્રાપ્ત થાય છે. ઇ.સ.૧૯૪૦માં
ગુરુગાદી સિમરડાના તત્કાલીન મહંત લાયકરામજી અને મહંત નૌકારામજીએ ગુરુવાણી પુસ્તક
‘શ્રી મહાત્યમ જ્ઞાન પ્રકાશ’
ગ્રંથને પ્રગટ કર્��ો. આ ગ્રંથમાં મહાતમરામજી મહારાજ���્રીન��� કૃપાપાત્ર હરિરામજી
સ્વામીની વાણી ‘હરિ વિલાસ’
પણ પ્રગટ કરવામાં આવી છે. ગ્રંથની અર્પણ પત્રિકામાં હરિભક્ત નાથાભાઇ વહેરીભાઇ
દેસાઇએ લખ્યું છે કે, ‘વિચાર કરીને વાંચવું, અને સત ચાલવું એ આ પુસ્તકનો
હેતુ છે...’
|
|
|