|
|
|
માઇ મંદિર,નડિયાદ
કેશવ ભવાની
મહારાજશ્રીની માઇ ભક્તિનું અનોખું પ્રતીક એટલે નડિયાદસ્થિત માઇ મંદિર. ઇ.સ. ૧૯૪૧માં
કેશવ ભવાની મહારાજશ્રીએ પોતાના કુટુંબની વંશપરંપરાગત શ્રી ત્રિગુણાત્મિકા પૂજાનું
અહીં સ���થાપન કર્યું અને માઇધર્મની આહલે��� જગાવ�����. આજે તો માઇ મંદિર, નડિયાદ એક તીર્થ
બનેલ છે. એના વિકાસમાં સ્થાપક કેશવ ભવાની મહારાજશ્રી અને એમના સુપુત્ર ભગવતીપ્રસાદ
મહારાજશ્રીની ૭૦ વર્ષની અવિરત સાધના અને પરિશ્રમ રહ્યો છે. આ મંદિર જે માઇધર્મની
આદ્યપીઠ સમાન છે તેમાં મુખ્ય મંદિર ‘શ્રી માઇ મોક્ષધામ’
છે જે ૧૩૫ ફૂટ ઉંચું છે
અને તેમાં માતાજીના વિવિધ સ્વરુપોની ૫૧ મૂર્તિઓ બિરાજમાન છે. આ મંદિરમાં આરસના
પથ્થર પર ચંડીપાઠ શ્ર્લોક લખાયા છે અને ૧૦૮
કળશ ધરાવતું ભવ્ય શિખર છે. અંબા-બાલા-કાલી સ્વરુપ ત્રિગુણાત્મિકા માઇની પૂજા અહીં
થાય છે અને તેનો પાટોત્સવ આશ્વિન પૂર્ણિમા – માઇ પૂર્ણિમાના દિવસે યોજાય છે. માઇ
મોક્ષધામ મુખ્ય મંદિરની સામે
‘ગુરુ મંદિર’
છે જેમાં સ્થાપક કનિષ્ઠ
કેશવ મહારાજશ્રીની મૂર્તિ અને ચરણપાદૂકા બિરાજેલ છે. એની નીચે
‘ઉપાસના
ગૃહ’
છે
જેમાં
‘શ્રી
મંત્રમયી મા’
અને
‘મા
કેશવભવાની’
બિરાજમાન છે. મંદિરની પ્રાણાલિકા અનુસાર અહીં દર વર્ષે ચારેય નવરાત્રિમાં
નવદુર્ગામાંની સ્થાપના, જાપ, અખંડ દીપ અને ગરબા થાય છે. માગશર સુદ બીજ એ દીક્ષા
દિવસ છે, જ્યારે ભક્તોને દીક્ષા અપાય છે અને તેનો ઉત્સવ મનાવાય છે. સ્થાપક
કેશવભવાની મહારાજશ્રીને એમની ઇચ્છા અનુસાર, મંદિરના પરિસરમાં શ્રી માંના ચરણમાં લીન
કર્યા હતા. એ સ્થળે સમાધિ મંદિર બનાવેલ છે. આદ્યસ્થાપકશ્રી
સમાધીસ્થાનને મધ્યબિંદુ બનાવી ૮૦ ફૂટ ચાર
માળનું ભવ્ય
‘શ્રી
કેશવભવાની ભાગવત ધામ’
બનાવવામાં આવ્યું છે. ભાગવત ધામ અનોખું છે – શ્રીમદ્ દેવી ભાગવતના ૧૮ હજાર શ્ર્લોક
અહીં આરસની તક્તીઓ પર ગુજરાતીમાં લખાયા છે. ભાગવત ધામમાં બધી મળીને ૨૫૧ મૂર્તિઓ
બિરાજ છે, ૨૧ મંદિર છે, ૫૧ શક્તિપીઠ દર્શન અને ૬૪ યોગિની દર્શનનો સમાવેશ થાય છે. આ
સર્વનો એક જ સ્થળે દર્શનનો લ્હાવો એ આ મંદિરની વિશેષતા જ ગણાય. એવી જ રીતે વિશ્વમાં
પ્રથમ કહી શકાય તેવા
‘મહાશ્રી
યંત્ર’ની
સ્થાપના કરાઇ છે, જે ૪ ફૂટ ઊંચું છે અને ૨૬૧ કિલો ચાંદીનું બનાવાયેલ છે. ૧૬ હાથી
ઉપર કમળના પાનાં પર
‘શ્રી
સૂક્ત’માં
જણાવ્યા મુજબ ૧૬ સ્વરુપોની મૂર્તિઓ અહીં બિરાજે છે.
‘કલ્યાણધામ’માં
ભગવાન શિવ બિરાજે છે. આ ૭૩ ફૂટ ઉચાઇવાળું શિવમૂર્તિવાળું દ્વાદશ જ્યોતિર્લિંગ છે.
એની બાજુમાં નવગ્રહ મંદિર છે. વર્તમાન માઇપીઠાધિશ્વર ભગવતી મહારાજશ્રીએ
‘શ્રીમદ્
દેવી ભાગવત’
કથાને સર્વ પ્રથમ પ્રજાલક્ષી કહી, અને આજ સુધીમાં તેમણે એક હજારથી
વધુ પારાયણ કરેલ છે. ધર્મ સાથે જનસેવાની વિવિધ પ્રવૃત્તિઓ પણ માઇ મંદિર કરે છે. માઇ
મંદિરમાં નિર્મિત વિવિધ વિભાગોનું સ્થાપત્ય અને બાંધકામ ચરોતરની વિશિષ્ટતા કહેવાય.
|
|
|