|
|
|
ચરોતરની રાજ-પરંપરા
ચરોતર એટલે વર્તમાન આણંદ અને ખેડા જિલ્લો. આઝાદી પહેલાં તે
ગુજરાતનો બગીચો ગણાતો. આમ આ પ્રદેશ મધ્યમાં, આથી
સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત વગેરેને સાંકળે. વર્ષો સુધી એની
જાહોજલાલી ખંભાત બંદરને કારણે રહી. આઝાદી સમયે તેમાં ખંભાત અને બાલાશિનોર
મુખ્ય મુસ્લિમ રાજ્યો, અને નાની-મોટી દસેક ઠકરાતો અસ્તિત્વમાં આવતી. એની
રાજપરંપરામાં અહીં ડોકિયું કર્યું છે. સળંગ ઇતિહાસ લખાયો નથી, પરન્તુ જે
કાંઇ માહિતી મળી તે નોંધી છે. આથી એક કેડી બની છે, જે ચરોતરની રાજ-પરંપરાના
ભવિષ્યના અભ્યાસીઓને મદદરુપ બનશે. એક જિજ્ઞાસુ તરીકે એકત્ર કરેલ સામગ્રી
અહીં રજૂ કરી છે. આથી ઇતિહાસના અભ્યાસીઓને એમાં શાસ્ત્રીયતાની ઉણપ જરુર
દેખાશે. આ બધી સામગ્રી ચરોતર અને ઇતિહાસ અંગેનાં પુસ્તકોમાંથી જ મેળવેલ છે.
તેનાં અનેક પાસાંઓને સ્પર્શ્યાં નથી. ભવિષ્યમાં એ અંગે આગળ વધવું છે. અનેક
મર્યાદાઓ વચ્ચે ચરોતરને સમજવાનો આ એક પ્રયાસ છે.
|
|
|