પંપાવતીની ગાદી
પંપાવતીની ગાદી એટલે સોલંકી વંશની ગોધરા શાખાનાં
પેટલાદની ગાદી. સોલંકી વંશની ગોધરા શાખાના સ્થાપક મૂળ પુરુષ દળકંદ દેવજીએ
વિ.સં.૧૧૦માં ગોધરામાં ગાદી સ્થાપી.
દળકંદ દેવજીની પાંચમી પેઢીના
પુરુષ વાચક દેવજીએ વિ.સં.૨૯૭માં બાકરોલમાં ગાદી સ્થાપી.
વાચક દેવજીથી નવમી પેઢીના
પુરુષ ગોવાળ દેવજીએ વિ.સં. ૫૧૨માં પોષ સુદ 3ના રોજ પંપાવતી-પેટલાદમાં પોતાની ગાદી
સ્થાપી.
મહારાજા ગોવાળ દેવજીને બે
પૂત્રો
–
અરજણસિંહજી તથા હમીરસિંહજી.
મહારાજા ગોવાળ દેવજીએ
પંપાવતીની ગાદી વિ.સં. ૫૫૩-૫૪માં અરજણસિંહજીને આપી, અને પોતે નાપા ખાતે જઇ નવી ગાદી
સ્થાપી. ગોવાળ દેવજી નાપામાં દેવ થયેલા.
પંપાવતીની ગાદીએ બેઠેલ કુંવર
અરજણસિંહજી વિ.સં.૫૮૩માં પીર થયા. (પેટલાદમાં અરજણશા પીરનો ઉર્સ ભરાય છે. પરન્તુ,
ડૉ.હરિપ્રસાદ શાસ્ત્રીએ નોંધ્યા મુજબ આ સમયે ગુજરાતમાં મુસ્લિમ ધર્મ પ્રર્વતતો
નહોતો. ૧૦મી સદી બાદ મુસલમાનો અને મુસ્લિમ ધર્મ ગુજરાતમાં આવ્યા.) બીજા પુત્ર
હમીરસિંહજી નાપા ખાતે અપુત્ર દેવ થયા.
પંપાવાતી ગાદીનો અંત
સ્થાપનાના સાંઇઠ વર્ષમાં જ આવ્યો.
|