પરમગુરુ કરુણાસાગર મહારાજશ્રી (પ્રાગટય દિવસ વિ.સં.૧૮૨૯, બાલકુવેર-કાસોર)
એમ કહેવાય છે કે, એક ક્ષત્રિય સન્નારી પોતાના કોઇ કામે મુસાફરી કરી રહ્યા હતાં. રસ્તામાં તરસ લાગતાં એક
તળાવે પાણી પીવા રોકાયાં. પોતાના બા��કને તળાવના કિનારે એક વૃક્ષની છા���યમાં �����ૂવાડી એ
બહેન તળાવમાં પાણી પીવા ગયાં. એ દરમિયાન એક જંગલી પ્રાણી નાહર આવીને એ બાળકને ઉપાડી
ગયું. પોતાના બાળકને જંગલી પ્રાણી ઉપાડી જતાં એ બહેન ચોધાર આંસુએ કલ્પાંત કરવા
લાગ્યાં.
આ સન્નારી તે હેતબાઇ, સારસા
ગામનાં ક્ષત્રિયાણી;
પ્રગટ થનાર બાળક તે પરમગુરુ કરુણાસાગર મહારાજશ્રી;
પ્રાગટ્ય સ્થળ તે બાલકુવેર (કાસોર-ભાલેજ.જિ.આણંદ) અને પ્રાગટ્ય દિવસ તે મહા સુદ
બીજ, વિ.સં.૧૮૨૯.
હેતબાઇના બાળકને એક જંગલી
પ્રાણી નાહર દ્વારા ઉઠાવી જવું એ પણ પ્રભુની લીલા જ હતી. કેમકે, પૂર્વજન્મની એક કથા
એમ કહે છે કે, અગાઉ પરમગુરુ પાલકી દ્વીપમાં કૈવલ કર્તાનો ઉપદેશ આપતા હતા ત્યારે કોઇ
એક જંગલમાં નરહરદેવ અને સોમંતા નામના બ્રાહ્મણ પતિ-પત્નીના આદરયુક્ત આતિથ્યસત્કારથી
પ્રસન્ન થઇ તેમણે તેઓને વરદાન માંગવા જણાવ્યું. કોઇપણ પ્રકારની દુન્યવી અપેક્ષા વગર
માત્ર પ્રભુસ્મરણ કરતાં આ દંપતિને તો જન્મ-મરણમાંથી મુક્તિ જોઇતી હતી. પરમગુરુએ
એમને જણાવ્યું કે, તેમનું પાલકીદ્વીપનું કાર્ય પૂર્ણ થતું હોઇ તેઓશ્રી તેમના
જંબુદ્વીપના આગામી પ્રવાસમાં તે બંનેને ત્યાં પુત્ર તરીકે પ્રગટ થઇ એમનું કલ્યાણ
કરશે. પરમગુરુના આ આશિષને લઇને જ નરહરદેવ-સામંતાએ જ સારસામાં હેતબાઇ અને રધુવીર
તરીકે ક્ષત્રિય કુટુંબમાં જન્મ લીધો અને વરદાન મુજબ પરમગુરુ હેતબાઇને જંગલમાં મળ્યા
અને એમનું કલ્યાણ કર્યું.
પરમગુરુ બાળક તરીકે પૃથ્વી
પર પ્રગટ થયા અને સૌથી પ્રથમ ઉપદેશ હેતબાઇને આપ્યો. હેતબાઇનાં ભાગ્ય ઉઘડી ગયાં.
પરન્તુ પરમગુરુની ગતિ વિશિષ્ટ હતી. સાત વર્ષની ઉંમર થતામાં તો એમણે આ ભૌતિક સંસારની
સરેઆમ ઉપેક્ષા કરવા માંડી. પોતે જે કામ અર્થે આવ્યા હતા તે કૈવલવૈતાનો પરિચય
ધર્મોપદેશ દ્વારા આપવા માંડ્યો. ઉમરેઠના એક તપસ્વી સંત કૃષ્ણસ્વામી પાસે સંન્યસ્ત
દીક્ષા લીધી અને દસ વર્ષની ઉંમર થાય તે પહેલાં તો
‘વિજ્ઞાન સક્રતમણિ
દીપ’
અને
‘વિશ્વબોધ
ચોરસા ગ્રંથ’
જેવા ધાર્મિક ગ્રંથો રચ્યા. એમના જ્ઞાન
આગળ સૌ માથું નમાવવા માંડ્યા. એમની કૈવલવૈતા અંગેની સિંહગર્જના ભલભલાને ધ્રુજાવવા
માંડી. ભક્તમંડળ અને સંતમંડળ થતું ગયું. પરમગુરુએ જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી.
લગભગ ૧૦૫ વર્ષ સુધી
કૈવલવૈત્તા અંગે સાચી સમજ આપી પરમગુરુ આવ્યા હતા તે જ રીતે પરત પણ ફર્યા. જન્મ અને
મરણ અંગેની એમના જીવનની ઘટનાઓ આજે આપણા માન્યામાં ન આવે પણ એ સત્ય ઘટનાઓ છે.
પરમગુરુએ અનેક પરચાઓ પણ આપ્યા હતા પરન્તુ તે માત્ર માનવશ્રેયાર્થે જ. આ દ્વારા
પોતાની મહત્તા બતાવવા તો નહીં જ. એમને રસ હતો જ્ઞાનમાં, ભગવાનનો સાચો પરિચય આપવામાં
અને ધર્મને બાહ્ય આડંબર તથા આડતિયાઓથી બચાવવામાં.
પરમગુરુનું જીવન અને કાર્ય
અનેક રીતે મહત્વનું છે. સનાતન ધર્મની અંદર રહીને જ ધર્મ
તત્વજ્ઞાન પ્રસર્યું એ એમની શક્તિનો પૂરતો પરિચય આપે છે. પરમગુરુ સાચે જ
‘પરમ
વિશેષ અંશ’
છે.
|