AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

પિલાજીરાવ ગાયકવાડનું ડાકોર ખાતે ખૂન- ૧૭૩૨

ગુજરાત સુબા તરીકે જોધપુરના મહારાજા અભેસિંહને ૧૭૩૦ના અંત બાદ નિમવામાં આવ્યા. એની યુક્તી પ્રયુક્તીથી ૧૭૩૨ની ડભોઇ પાસેની ભીલપુરની લડાઇમાં ત્રંબકરાવ દાભાડે માર્યો ગયો. આથી, ત્રંબકરાવ દાભાડેની માતા ઉમાબાઇ દાભાડે મહી નદી ઉપર મોટા લશ્કરો સાથે ઉતરી પડી. ઉમાબાઇએ પિલાજીરાવ ગાયકવાડને પોતાના વતી ચોથાઇ અને સરદેશમુખી ઉઘરાવવા ડાકોર તરફ મોકલ્યો, અહીં મહારાજા અભેસિંહે પિલાજીરાવ સાથે સલાહ કરવા માણસોને મોકલ્યા ,જેમાંથી બે-ત્રણ જણાઓએ રાત્રે પિલાજીનો મેળાપ કરાતાં, એક વ્યકિતએ પિલાજીને મારી નાખ્યો. મરાઠાઓ પિલાજીને સ્મશાને લઇ ગયા, અને ત્યાં તેનો અગ્નિસંસ્કાર કર્યો. પિલાજીનું ખૂન ડાકોર ખાતે ૧૪ એપ્રિલ, ૧૭૩૩માં થયું.

પિલાજીરાવના ખૂન પછી એમના દિકરા દામાજીએ ઇ.સ. ૧૭૩૭ સુધીમાં ગુજરાતના મોટા ભાગ ઉપર કબજો કરી પોતાની સત્તા સ્થિર કરી. જોકે, એ પછીના વર્ષો ગાયકવાડ અને પેશ્ર્વાઓની સત્તાની સાઠમારીનાં વર્ષો છે. અને એમાંથી અંગ્રેજો આ મુલકમાં આવ્યા. આ સમયમાં દામાજીના એજન્ટ રંગોજીએ આણંદ પાસે મોગરી ગામ નજીક બાંડેને એક યુધ્ધમાં હાર આપી અને એ પછી મુગલો પાસેથી મહીના ઉત્તર પ્રદેશમાંથી એ લોકો જે ચોથ લેતા હતા એ રંગોજીએ લેવા માંડી .આ વખતે ખંભાત ઉપર મોમીનખાનનું રાજ્ય હતું, અને એ એની રાજધાની હતી. મોમીનખાન અને દામાજીએ મળી અભયસિંહનો કાંટો દૂર કર્યો. પરંતુ મોમીનખાનનું અવસાન થતાં દિલ્હીના સુબા તરીકે કીદાઉદી્નની નિમણુંક ગુજરાતમાં થઇ અને તેની મદદમાં મુક્તાખીરખાન અને શેરખાન બાબી રહ્યા. આ લોકોએ રંગોજીના પ્રદેશો એક પછી એક હુમલા કરી કબજે લેવા માંડ્યાં. એ લોકોએ રંગોજી પાસેથી બોરસદ અને ચરોતરનો ઘણો ભાગ પડાવી લીધો. થોડાજ વખતમાં દામોજી ગાયકવાડે કીદાઉદી્નને હરાવી પેટલાદ, બોરસદ અને એની આસપાસના મુલકો જીતી લીધા. પરંતુ ઇ.સ. ૧૭૪૯માં પેશ્વાનાં સૈન્યોએ દામાજીને સખ્ત હાર આપી. ઇ.સ. ૧૭૫૧માં ફરી હારેલા દામાજીને પેશ્વાનાં સૈન્યએ કેદ કર્યો અને ખૂબ અપમાનીત કરી ખંડિયો બનાવ્યો. જો કે આ લડાઈઓમાં આ વિસ્તારના દેસાઈઓએ ગાયકવાડને ખૂબ મદદ કરેલી.

ઇ.સ. ૧૭૫૧ થી ૧૭૫૩ દરમિયાન ગુજરાતમાં જે કંઇ લડાઇઓ થઇ તેમાં મુગલ સલ્તનતનો આ પ્રદેશમાંથી સંપૂર્ણ અંત આવ્યો, અને ગુજરાત, ચરોતર ઉપર પેશ્વા અને ગાયકવાડની એમ બે જ સત્તાઓ રહી.

લગભગ ચારસોને પચાસ વર્ષ ચાલેલ આ મુસલમાન યુગને ત્રણ વિભાગમાં વહેંચી શકાયઃ (૧) ઇ.સ.૧૨૯૭ થી ૧૪૦૭ દરમિયાન દિલ્હીના મોગલ બાદશાહોનું રાજ્ય, (૨) ઇ.સ. ૧૪૦૭ થી ૧૫૭૩ દરમિયાન અમદાવાદના સુલતાનોનું રાજ્ય અને (૩) ઇ.સ.૧૫૭૩ થી ૧૭૫૮ દરમિયાન પુનઃ દિલ્હીના બાદશાહોનું રાજ્ય. 

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com