|
|
|
રોજા-રોજી
મહમ્મદ બેગડાના સમયમાં જ
ભમ્મરિયા કૂવાની જેમ મહેમદાવાદ ખાતે એક રોજાનું નિર્માણ થયું, જેને ‘રોજા-રોજી’
કહેવામાં આવે છે. મહેમદાવાદની પૂર્વ દિશાએ બે-એક માઇલ દૂર આ રોજો આવેલ છે અને આજેપણ
ઘણી સારી સ્થિતિમાં છે. ઇ.સ. ૧૪૪૮માં બંધાવવામાં આવેલ આ રોજાનો વિસ્તાર ૯૪ ફૂટ છે,
અને તેની ઊંચાઇ ૬૦ ફૂટ છે. બાવન થાંભલાવાળો, જબરદસ્ત ઘુમ્મટવાળો અને આરસજડિત
ભોંયતળિયાવાળા આ રોજામાં ત્રણ લેખ લખાયેલ છે, જેમાં ધાર્મિક અને નૈતિક સૂત્રો
સંગ્રહિત છે. તેમાં બે કબર છે;
એક, સૈયદ મુબારકની અને બીજી તેના પુત્ર સૈયદ મિરાનની. આ રોજાની ઉત્તરે બીજી ત્રણ
નીની કબરો છે. તેમાંની એક રોજો બાંધનાર શિલ્પીની, અને બીજી બે સૈયદ મિશનના મામાઓ
સૈફુદ્દીન અને નિઝામુદ્દીનની છે. લોકો તેને રોજી કહે છે. તેમાં પણ કબરો છે. રોજાથી
લગભગ ૧૦૦ વારના અંતરે નદીનો પ્રવાહ છે, જ્યારે નદીનો કિનારો રોજાથી ૫૦ વાર દૂર છે.
|
|
|