|
|
|
શક્તિ-આરાધના
ચરોતરમાં આરાસુરનાં અંબિકા,
ચુંવાળનાં બહુચરા અને પાવાગઢનાં કાલિકા પૂજાય છે. આ સ્થાનકોએ ચરોતરના લોકો
પ્રતિવર્ષ જાય છે. ચરોતરના પ્રત્યેક ગામે માતાજીનાં એકથી વધુ મંદિરો આવેલાં છે.
શક્તિ સાહિત્યના સંસ્કૃત ગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ ચરોતરમાં થયા છે. શંકરાચાર્યે
રચેલા
‘સૌંદર્યલહરી’નાં
‘શ્રીલહરી’માં
નામાંતર પામેલો મીઠુ મહારાજનો અનુવાદ અને કવિ બાલાશંકર ઉલ્લાસયામનો
‘સૌંદર્યલહરી’નો
એ જ નામે અનુવાદ ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ ગણાય છે. મીઠુ મહારાજની શિષ્યા જનીબાઇએ
‘નવ
નાયિકા વલ્લભ’
લખ્યું છે. આ ઉપરાંત, નડિયાદના
‘શ્રી
શક્તિ સાહિત્ય મંદિર’
તરફથી શક્તિ સાહિત્યનાં પુસ્તકોનાં સ્વતંત્ર પ્રકાશન થઇ રહ્યાં છે. આ પ્રકાશનોમાં
ગુજરાતમાં વ્યાપ્ત શક્તિ-ઉપાસના, તેના સાધકો વગેરેનો ખ્યાલ પણ આપવામાં આવ્યો છે.
નડિયાદસ્થિત માઇ મંદિર એ શક્તિ-આરાધનાની વર્તમાન સમયની
‘પીઠ’
બની રહેલ છે.
|
|
|