|
|
|
સોલંકી વંશની ગોધરા શાખાની ચરોતરની ગાદીઓ
‘સોલંકી
વંશની ગોધરા શાખાનો ઇતિહાસ’માં સોલંકી વંશની ગોધરા શાખાની ઉત્પત્તિ
અને ઇતિહાસ વર્ણવવામાં આવેલ છે. ચરોતરમાં, સોલંકી વંશની ગોધરા શાખાના વિસ્તારની
માહિતી આ પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. આ પુસ્તકમાં જણાવ્યા અનુસાર, સોલંકી વંશ
રાયસલ ગઢથી ઊતરી આવી ટુંકટોડામાં ગાદી સ્થાપેલ અને તેના છેલ્લા રાજા હતા ખેંગાર
દેવજી. રાજા ખેંગાર દેવજીના બે કુંવરઃ (1) બળકંદદેવજી અને (2) દળકંદદેવજી.
બળકંદદેવજી પાટવી કુંવર હતા. આથી, દળકંદદેવજીએ રાજ્ય છોડ્યું અને ૨૨૦૦ ગામના મહિયડ
પ્રદેશના ભીલ રાજાને મારીને વિ.સં. ૧૧૦ ગોધરામાં પોતાની ગાદી સ્થાપી.
દળકંદદેવજીએ સ્થાપેલ સોલંકી
વંશની ગોધરા ગાદીનો વિસ્તાર સમય જતાં વિસ્તર્યો. ગોધરા ગાદીમાંથી અન્ય શાખાએ
સ્થપાઇઃ વિ.સં.૨૪૬માં માંડવીમાં, વિ.સં.૨૯૭માં બાકરોલ ગઢમાં, વિ.સં.૫૧૨માં પંપાવતી
(પેટલાદ)માં, વિ.સં. ૫૮૬માં નાપામાં, વિ.સં. ૫૮૬માં કુણા હરેરામાં, વિ.સં.૭૦૨માં
મહેલોલમાં, વિ.સં. ૯૧૬માં શીલીમાં, સોજીત્રામાં, વિ.સં. ૧૩૭૧માં નાપાડમાં, વિ.સં.
૧૪૮૦માં ગાજણાગઢમાં, વિ.સં. ૧૪૮૦માં વાલવુડમાં, વિ.સં.૧૬૧૨માં વડોદરામાં,
વિ.સં.૧૪૮૨માં હાથજમાં, વિ.સં. ૧૭૭૪માં મોગરમાં, વિ.સં.૧૪૮૦માં દેવામાં,
વિ.સં.૧૭૭૦નાં અરસામાં છાલીએરમાં અને વિ.સં. ૧૭૫૩માં સોનીપુરમાં. આ સ્થળોએ સોલંકી
વંશની ગોધરા ગાદીની મુખ્ય શાખાઓ સ્થપાયેલી, જ્યારે અન્ય ૩૦૦ છૂટક ગામોમાં પોતાના
ભાયાતોને
‘વિસ્તારી
આદર્શ ક્ષત્રિવટની અનુપમ છાયાને સજીવન’ રાખેલી.
|
|
|