AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back






Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સ્વામીનારાયણ સમપ્રદાયની વડતાલ ગાદી (ઇ.સ. ૧૮૨૫)

ભગવાન શ્રી સ્વામીનારાયણ સૌરાષ્ટ્રમાં ધર્મનો પ્રચાર કરતા કરતા સૌથી પહેલા ચરોતરમાં બોચાસણ ગામે કાશીદાસ પટેલ નામના ભકતને ત્યાં આવેલા. એમનો પ્રતાપ અને ઐશ્વર્ય સાંભળીને વડતાલના પટેલ બ���પુભાઇ (કુબેરભાઇ) તેમા પુત્ર રણછ��ડદાસ સ���થે બોચાસણ દર્શન કરવા ગયેલા, અને ભગવાન સ્વામીનારાયણથી પ્રભાવિત થઇ બાપુભાઇએ એમને વડતાલ પધારવા આમંત્રણ આપેલ. ભગવાન સ્વામીનારાયણ એમની વિનંતી સ્વીકારી થોડા દિવસ પછી સંતો સાથે વડતાલ પધાર્યા. વડતાલ ખાતે ભગવાન સ્વામીનારાયણે એક સુંદર ભવ્ય પુરાતન બોરડીના વૃક્ષ નીચે ઉતારો કર્યો. થોડા વખત બાદ બાપુભાઇના આગ્રહથી એમણે એમના ઘરે ઉતારો કર્યો. બાપુભાઇનું કુટુંબ, વાસણ સુથારનું કુટુંબ વગેરે તેમના અનુયાયીઓ થયા. ભગવાન સ્વામીનારાયણે તેમના ગુરુભાઇ મુક્તાનંદ સ્વામી અને રામદાસ સ્વામીને આ વિસ્તારમાં સંપ્રદાયનો પ્રચાર કરવા મોકલ્યા અને તેમના પ્રયત્નોથી અનુયાયીઓની સંખ્યા ઠીક ઠીક વધવા માંડી. ડભાણ ખાતે ભગવાન સ્વામીનારાયણે યજ્ઞ કર્યો ત્યારે આ સૌ અનુયાયીઓ તેમાં ગયેલા. વડતાલના લુંટારા જોબન પગીએ સ્વામીનારાયણ ભગવાનની ઘોડી ચોરવા ડભાણ પ્રયત્ન કર્યો ત્યારે તેને ચમત્કાર જોવા મળ્યો અને તેથી તે પણ અનુયાયી બન્યો. ડભાણના યજ્ઞ બાદ ભગવાન સ્વામીનારાયણ પુનઃ વડતાલ પધાર્યા અને આસપાસનાં ગામડાંઓમાં વિચરણ પણ કર્યું. ભક્તોનો સેવાભાવ, પ્રેમ, આગ્રહ પવિત્ર જણાતા ભગવાન સ્વામીનારાયણે વડતાલ ખાતે ઉત્સવો ઉજવવા માંડ્યાં. હોળીનો રંગોત્સવ, પુષ્પ દોલોત્સવ, દિવાળી ઉત્સવ, અન્નકૂટ, પ્રબોધિની એકાદશી અને રામનવમીના ઉત્સવો ભગવાને અહીં ઉજવ્યા.પાછળથી દર વર્ષે બે ઉત્સવ – પ્રબોધિની એકાદશી અને રામનવમી – વડતાલમાં કરવા એમ પ્રબંધ કર્યો. આ ઉત્સવો પ્રસંગે ભગવાન સ્વામીનારાયણ ધર્મોપદેશ કરતા. આ સમૈયા અને ઉપદેશની વિગત સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી ગ્રંથોમાં વિગતે આપી છે. ત્યારબાદ ભવિષ્યની મુમુક્ષ જનતાના લાભાર્થે ભગવાન સ્વામીનારાયણે મંદિરો બાંધવાની શરુઆત કરી, ત્યારે વડતાલમાં પણ ભવ્ય મોટું શિખરબંધ મંદિર બંધાય તે માટે હરિભક્તોએ ભગવાનને પ્રાર્થના કરી અને તે માટે જરુરી જમીન અને દાન પણ આપ્યાં.

ભગવાન સ્વામીનારાયણે મંદિર માટે સ્થળ પસંદ કરી રાખેલ. સૌથી પ્રથમ વખત તેઓશ્રી જ્યારે વડતાલ પધારેલા ત્યારે પુરાતન બોરડીના છાંયામાં બિરાજેલા. આ બોરડી પુરાતન, પવિત્ર અને માહાત્મ્યવાળી એ વાત તેઓશ્રી જાણતા. એ બોરડીના વૃક્ષ નીચે જ પૂર્વે ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મીએ બહુ તપશ્ચર્યા કરેલી. તેના તપથી પ્રસન્ન થયેલા નારાયણે વરદાન માગવાનું કહેતાં લક્ષ્મીજીએ પોતાનો તપશ્ચર્યાસ્થાને પોતાના નારાયણ સાથેના વાસ માટે મંદિર થાય એવી પ્રાર્થના કરેલી. લક્ષ્મીજીની ઇચ્છા પૂર્ણ થાય તે માટે નારાયણે ત્યારે વરદાન આપેલ. આ વરદાનની વાતથી ભગવાન જ્ઞાત હતા.આથી એમણે વડતાલ મંદિર માટે જગ્યા પસંદ કરી અને એ પવિત્ર બોરડીના સ્થાને જ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સ્થાપના થાય એવું આયોજન કર્યું. એમના માર્ગદર્શન હેઠળ અમદાવાદના હીરાજી મારવાડીએ મંદિરના નક્શા તૈયાર કર્યા અને મંદિરના બાંધકામની દેખરેખ માટે તેઓશ્રીના આદેશથી બ્રહ્માનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, અનંદાનંદ સ્વામી અને અદભૂતાનંદ સ્વામી વડતાલ સ્થિર થયા. વિ.સં. ૧૮૭૮ના ચૈત્ર સુદમાં ભગવાને તેનું ખાતમુહૂર્ત કર્યું. વડતાલ, વસો, ડભાણ, આણંદ વગેરે ગામોના અનેક હરિભક્તોએ જુદી જુદી જવાબદારી નિભાવી. બાંધકામની ખાસ નોંધવા જેવી હકીકત એ છે કે તેના બાંધકામમાં સંતો અને હરિભક્તો જોડાયા. મજૂરોના સ્થાને આ સૌને સેવાભાવથી કાર્ય કર્યું. બાંધકામ દરમિયાન વારંવાર વડતાલ પધારતા ભગવાન સ્વામીનારાયણે પણ એક વખત ઇંટો ઉપાડી; એમણે ઉપાડેલ ૩૫ ઇંટો લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની નીચેની પડધીમાં અને ૨ ઇંટો પછવાડેના ગોખલામાં ચણાઇ છે. સંતો અને હરિભક્તોના શ્રમયજ્ઞથી ત્રણ વર્ષમાં મંદિરનું બાંધકામ પૂર્ણ થયું.

વડતાલ ખાતેના મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદહસ્તે પોતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. આ એકજ મંદિરમાં આવી ઘટના બનેલ છે.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com