શ્રી અંબાજી માતાનું મંદિર
આણંદનગર મધ્યે ગોયા તળાવ પાસે નાના અડધ વિસ્તારમાં
અંબાજીમાતાનું મંદિર આવેલું છે. ઇ.સ. 1971ના વર્ષમાં સંવત તિથિ
પ્રમાણે ચૈત્રસુદ પૂનમના દિવસે મંદિરનું નવનિર્માણ થયું હતું.
મંદિરની બાજુમાં આજે પણ ઐતિહાસિક સ્મૃતિ સાચવતું નાનું માતાજીનું
દહેરું અને પીપળો આવેલો છે. સૌ પ્રથમ ચૌતરો અને પારસ
પીપળો આવેલો
હતો એમાંથી આ મંદિરનું સર્જન થયું છે.
35 ફુટની ઉંચાઇ ધરાવતા આ મંદિરના શિખરે લાલરંગની ધજા ફરકે છે. મંદિરમાં આધ્યશક્તિ
અંબામાતાજીની મનોરમ્ય મૂર્તિ બિરાજમાન છે. ચૈત્ર સુદ પૂનમ પ્રાણપ્રતિષ્ઠા દિવસ
તરીકે ઉજવાય છે. નવરાત્રી ઉત્સવ અને દિવાળી તેમજ દિવાળીના સમયે અન્નકૂટ મહોત્સવ થાય
છે. હાલમાં વિજયભાઇ દવે પૂજારી તરીકે સેવા આપે છે.
|