|
|
|
સ્વામિનારાયણ મંદિર (BAPS)
આણંદ નગરનું નાભિકેન્દ્ર કહી શકાય એવા ગોયા તળાવ
પાસે B.A.P.S. જેવી
ધર્મસંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિર આવેલું
છે. અહીંનું મૂળ સ્વામિનારાયણ મંદિર 50 વર્ષ પહેલા
સ્થપાયું હતું. જેનું નવનિર્માણ તા. 30-12-2000 ના રોજ
થયું. મૂળ મંદિરના સ્થાપક યોગીજી મહારાજ હતા. હાલમાં
ભગવદ્ ચરણ સ્વામી કોઠારી પદે સેવા આપે છે.
વડતાલની સંસ્થામાંથી પરમ
બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ છુટા થયા
પછી સૌ પ્રથમ આ જગ્યાએ આવ્યા હતા અને ત્યાં બેસી B.A.P.S.
સંસ્થાનો ખરડો તૈયાર કર્યો હતો. એટલે કે B.A.P.S.ની
સ્થાપના કરી હતી. આમ વિશ્વ વિખ્યાત B.A.P.S.
સંસ્થાના બીજ અહીં રોપાયા હતા.
50
ફૂંટા ઉંચા આ મંદિરની શિખરે સાધુડીયા રંગની ધજા ફરકે છે. મંદિર
દ્વારા શિક્ષણ, મેડીકલ, કુદરતી આફતોમાં સેવા, ગૌશાળા જેવી
પ્રવૃત્તિઓ કરાય છે. મંદિરના સ્થાપના દિને અન્નકુટ (ભંડારો) કરાય
છે. પટોત્સવ, પ્રમુખ સ્વામી જન્મજયંતિ જેવા પર્વો ઉજવાય છે.
દિવસોમાં અદભૂત રોશની કરવામાં મંદિરની મધ્યે સ્વામીનારાયણ ભગવાનની
મૂર્તિ બિરાજમાન છે. ઘનશ્યામ મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી
મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિઓ પણ છે. દિવાળી, ઘૂળેટી,
ફુલદોલોત્સવ, જન્માષ્ટમી, રથયાત્રા, રામનવમી, હરિજન્માષ્ટમી જેવા
પર્વો ઉજવાય છે.
|
|
|