શ્રી બહુચરાજી માતાનું મંદિર
શ્વેત નગરી આણંદમાં નવા બસ સ્ટેન્ડથી સરદારબાગ
વાળા રસ્તે લાયન્સકલબ પાસે શ્રી બહુચરાજી માતાનું મંદિર આવેલું છે.
આશરે 75 વર્ષ પહેલા આ સ્થળે નાનું દેરું હતું. ઇ.સ. 2000ના વર્ષમાં
તા.05-10-2000ને ગુરુવારના રોજ
મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો.
મંદિરમાં
બહુચરાજી માતાની મૂર્તિ બિરાજમાન છે.
મંદિરમાં વિવિધ ધાર્મિક
તહેવારો ઉજવાય છે. દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરીને શાસ્ત્રોકત
વિધિથી શક્તિપૂજા કરીને બહુચરાજી માતાની આરાધના કરવામાં આવે છે.
હાલમાં મંદિરનો વહીવટ ભદ્રેશભાઇ પંચાલ, વિજયભાઇ પંચાલ, વિનુભાઇ
પંચાલ સંભાળે છે.
|