Home | Login |Sign In | Create a account
 
AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back


Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

શ્રી ચામુંડા મતાજીનું મંદિર

          આણંદ નગરમાં લોટેશ્વર ભાગોળ વિસ્તારમાં રેલ્વે ફાટક પાસે શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. સન 1976માં ઉતરાયણના દિવસોમાં આજ વિસ્તારના ભકતજનોને પોતાની કુળદેવી શ્રી ચામુંડામાતાજીનું મંદિર બનાવવાનો વિચાર સ્ફૂર્યો. એમાંથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. એ સમયના ટ્રસ્ટીઓ અને ભકતજનોના પોતાના શ્રમકાર્યથી મંદિર નિર્માણનો પાયો નંખાયો. મંદિરનાં બાંધકામ માટે લાભુભાઇ સોમપુરાના માર્ગદર્શન હેઠળ મકરાણા ગામેથી મારબલ મંગાવીને નિર્માણ કાર્ય થયું. સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું માર્ગદર્શન અને પ્રોત્સાહનનો લાભ મળ્યો.

          ચોટીલાથી અખંડ જ્યોત લાવીને મંદિરની જ્યોતને પ્રજ્વલિત કરી હતી. તા. 06-07-08, ફેબ્રુઆરી 1985ના  દિવસોમાં ભવ્ય શોભાયાત્રા  સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. શ્રી ચામુંડા મંદિર ટ્રસ્ટના પ્રમુખ હરમાનભાઇ ચાવડા, હાલના પ્રમુખ મનુભાઇ ચાવડા અને તેમના ટ્રસ્ટી મંડળના સભ્યો વહીવટ સંભાળે છે. મંદિરમાં અતિથિગૃહ, લાયબ્રેરી, સંતનિવાસ, રસોઇઘર, પદયાત્રીઓ માટે રૂમ, સત્સંગરૂમ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. મંદિરના પ્રાગણમાં 3 નવચંડી યજ્ઞ, નવરાત્રિમાં ગરબા, શિવરાત્રીએ મહાપૂજા, જન્માષ્ટમી, અન્નકુટ જેવા તહેવારો ઉજવાય છે.

 

 

 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com