શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર
આણંદ નગર મધ્યે વેરાઇ માતા વિસ્તારમાં
શ્રી
દ્વારકાધીશનું ભવ્ય મંદિર આવેલું છે. સમગ્ર આણંદમાં બેઠક મંદિરના
નામથી જાણીતું છે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયનું આ મંદિર
સંપ્રદાયની દોરવણી હેઠળ સંચાલિત છે. સંવત 1870-71ના સમયગાળામાં
શ્રી વ્રજભૂષણજી ગુજરાતના પ્રવાસે આવ્યા અને આણંદ મૂકામે પધારતાં
ઉપલબ્ધ માહિતીને આધારે જયા વિઠ્ઠલનાથજીએ બિરાજી ભાગવદ્ સપ્તાહ કરી
હતી. ત્યાં ખોદકામ કરતા જમીનમાંથી ઝારી, બંટા તથા ભગવદ્ સ્વરૂપ
પ્રાપ્ત થયું. (મૂર્તિ પ્રાપ્ત થઇ ) ખોદકામ કરતા ભગવદ્ સ્વરૂપ
(લાલન) ને ત્રિકમનો ટુચકો વાગતા ગાલના ભાગે હાલ પણ એ નિશાની છે. એ
સ્થળે જમીનમાંથી પ્રાપ્ત મૂર્તિની બેઠક બનાવી લાલનનું સ્વરૂપ
સેવ્યું. તેથી તે બેઠક મંદિર તરીકે ઓળખાય છે.
શ્રી બેઠક મંદિરમાં દિવાળીના પર્વોમાં અન્નકુટ ઉત્સવ ભવ્યતાથી
ઉજવાય છે. ગુરુજીનો જન્મ ધામધૂમથી ઉજવાય છે. મંદિરમાં શ્રી
દ્વારકેશ પુસ્તકાલય, શ્રી દ્વારકેશ હોમિયોપેથિક દવાખાનું, શ્રી
દ્વારકેશ પાઠશાળા, યુવાનો માટે પત્રાચાર અભ્યાસક્રમ, કિર્તન શાળા
વગેરે જેવી સુવિધાઓ ભકતજનોના લાભાર્થે છે
  |