શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર
આણંદ નગરના હાર્દ સમા વિસ્તાર જુના બસ સ્ટેન્ડ
પાસે મહાદેવ ચોકમાં 108 વર્ષ જુનું શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર
આવેલું છે. આ સ્થળે સૌ પ્રથમ શેઠ ધરમજી
પરસોત્તમજીને ધર્મશાળા
બનાવવાની ઇચ્છા થઇ હતી. ત્યારબાદ યાત્રિકોના દર્શન અર્થે મંદિર
સ્થાપવાની અભિલાષામાંથી આ મંદિરનું નિર્માણ થયું. સંવત 1957 ફાગણ
વદ બીજ ગુરુવારના રોજ હીરાબાઇ ઉર્ફે નવી વહુએ આત્મસ્મરણાર્થે
શિવાલય બંધાવ્યું હતું. મંદિરમાં ધર્મેશ્વર મહાદેવની મૂર્તિ
બિરાજમાન છે.
ૐ
નમઃ શિવાય મુખ્ય મંત્ર છે.
મહાશિવરાત્રીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. શ્રાવણ માસના સોમવારે
ફૂલવાડી અને હિંડોળા શણગારાય છે. દર સોમવારે અને અગિયારસે શિવમહિમા
મંડળ તરફથી ભજન કીર્તન થાય છે. દરરોજ સુવિચારોનું વાંચન અને લેખન
થાય છે. હાલમાં અશોકભાઇ ઉપાધ્યાય પૂજારી તરીકે સેવા આપે છે.
યાત્રિકો માટેની ઉત્તમ સુવિધા ભાટીયા ધર્મશાળા પણ છે. હાલમાં
મંદિરનો વહીવટ ધરમજી પરસોત્તમજી ટ્રસ્ટ કરે છે.
 .jpg) |