શ્રી ગાયત્રી મંદિર
આણંદ નગરમાં ગોયા તળાવ પાસે શ્રી ગાયત્રી મંદિર
આવેલું છે. જે શ્રી ગાયત્રી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. મંદિરની
સ્થાપના શક્તિ સંપ્રદાય (હરિદ્વાર-મથુરા) ના આચાર્ય શ્રી રામ
શર્માના આદેશથી લીલાપતિજી શર્માના હસ્તે તા.10-4-1986ના રોજ થઇ છે.
મંદિરમાં ગાયત્રીમાતા, સરસ્વતીમા અને વેદમાતાની મૂર્તિઓ બિરાજમાન
છે.
ગાયત્રી મંત્ર દ્વારા ગાયત્રીમાતાનું અનુષ્ઠાન થાય છે. હાલમાં
અશોકભાઇ વ્યાસ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે. મંદિર દ્વારા ગાયત્રી જયંતિ,
નવરાત્રિ અનુષ્ઠાન, 11 કુંડી યજ્ઞ જેવા ઉત્સવો ઉજવાય છે. ગાયત્રી મહિલા મંડળ ટ્રસ્ટ
(આણંદ) મંદિરનો વહીવટ સંભાળે છે. ચંપાબેન ચંદુભાઇ પટેલ મુખ્ય ટ્રસ્ટી છે.
|