શ્રી ગુફાવાળા હનુમાનજી મંદિર
આણંદ નગરમાં આઝાદ મેદાન વિસ્તારમાં ગોયા તળાવ
પાસે શ્રી ગુફાવાળા હનુમાનજીનું મંદિર આવેલું છે. અયોધ્યાથી
રામકુમાર સ્વામી (અખાડાવાળા) સંઘ લઇ આ જગ્યા પર પધાર્યા હતા. 10x10
ઊંડી ગુફા બનાવી. તેમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી તપ કર્યું
હતું. 1974માં સ્થપાયેલ આ મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ મૂ���્તિ સ્વ.
ચીમનભાઇ રણછોડભાઇ રાજા તરફથી અર્પણ કરેલ છે.
“ૐ
નમો હનુમંતેય ભય ભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા”
એ
મંદિરનો મુખ્ય મંત્ર ગણાય છે. પ્રિયાંકભાઇ વ્યાસ મંદિરના પુજારી
તરીકે સેવા આપે છે. હનુમાન જયંતિ, શિવરાત્રી, કાળી ચૌદશ અને
અનુષ્ઠાન યજ્ઞો જેવા પવિત્ર ઉત્સવો ઉજવવામાં આવે છે.
|