|
|
|
હનુમાનજી મંદિર, લાંભવેલ
આણંદ શહેરથી નડિયાદ તરફ જવાના માર્ગ ઉત્તર દિશામાં ત્રણ કિલોમીટરના
અંતરે લાંભવેલ ગામની દક્ષિણ સીમમાં શ્રી લાંભવેલા હનુમાનજી મંદિર
આવેલું છે. મંદિરના સ્થળ સાથે એક કથા જોડાયેલી છે. આ સ્થળની
નજીકમાં એક લાભું નામનો ભરવાડ રહેતો હતો. સીમમાં ગાયો ચરાવવા
ગયેલો. લાભું સીમમાં આડો પડી વાંસળી વગાડે, ગીતો ગાય, ગાયો મોજથી
ચરે. એની ગાયોમાંથી એક ગાય એક આકડાના છોડ પર ઉભી રહે અને
ચારો આંચળમાંથી દૂધની ધારા વહાવી, ઘર ભેગી થઇ જાય ઘેર લાંભુ ગાય
દોહવા બેસે પણ ગાય દૂધ ન આપતા નવાઇ પામ્યો. બીજા દિવસે ગાયને સૂની
ન મૂકી તેથઈ દૂધધારા વહાવી ન શકી. પણ રાત્રે વાડામાંથી છીંડુ
પાડી બહાર નીકળી પેલા આંકડાના છોડ પર જઇ દૂધની ધારા વહાવી. લાંભુ
નવાઇ પામી ઘરે આવી સૂઇ ગયો. રાત્રે તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં
જોયા પ્રમાણે જ આકડાના છોડ પાસે ખોદકામ કરતા સુંદર મુર્તિ મળી આવી.
આ મૂર્તિ તે જ લાંભુના શ્રી હનુમાન. એના નામ પરથી લાંભવેલા હનુમાન
નામ પાડયું. એજ સ્થળે 1523 અને સંવત 1579ના શ્રાવણ સુદ-8ના રોજ
બાંધી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
પૂર્વાભિમૂખ આ મંદિરમાં પૂજા-આરતી ત્રવાડી-મેવાડા બ્રાહ્મણો કરતા.
હાલ ત્યાં પબ્લિક ટ્રસ્ટ વહીવટ સંભાળે છે. મંદિરમાં શ્રી
હનુમાનદાદાની દિવ્ય મૂર્તિ બિરાજમાન છે. મંદિર દ્વારા સદાવ્રત
ચલાવવામાં આવે છે. હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા ધર્માદા દવાખાનું
ચલાવવામાં આવે છે. જેનો હજારો ભકતો લાભ લે છે. શ્રી રામવાડી અને
શ્રી રામવાડી અને શ્રી હનુમાનવાડીમાં લગ્નપ્રસંગ, સામાજિક મેળાવડા,
સમારંભો, ઉજાણીઓ વગેરે સામાજિક કાર્યો યોજાય છે. 3 એકરમાં પથરાયેલા
તેમા વોટરવર્કસ અને ગાર્ડન આવેલા છે. રામનવમી હનુમાન જયંતિ,
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, જન્માષ્ટમી, કાળી ચૌદશના તહેવારો ધામધૂમથી
ઉજવાય છે.
|
|
.jpg)
.jpg)

.jpg) |