શ્રી જલારામ મંદિર
આણંદ
નગરમાં આઝાદ મેદાન વિસ્તારમાં ગોયા તળાવ પાસે જલારામ મંદિર આવેલું
છે. જેની સ્થાપના 1987માં થયેલી છે. મંદિરમાં વીરપુરના પ્રસિધ્ધ
સંત જલારામ બાપાની અને ભગવાન રામ લક્ષ્મણ સીતાની મનોહર મૂર્તિઓ
બિરાજમાન છે. પરંપરા પ્રમાણે દર ગુરુવારે ભોજન-પ્રસાદીનું આયોજન
કરવામાં આવે છે અને દર વર્ષે જલારામ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે
છે.
“રામ નામ મેં લીન હૈ, દેખત સબમેં રામ,
તાકે પદ વંદન કરુ, જય જય જય જલારામ”
એ
મંદિરનો મુખ્ય મંત્ર ગણાય છે. હાલમાં રાજેન્દ્રભાઇ વ્યાસ પુજારી
તરીકે સેવા આપે છે. જલારામ માનવસેવા ટ્રસ્ટ મંદિરનો વહીવટ સંભાળે
છે.
|