શ્રી મમ્માદેવીનું મંદિર
આણંદ નગરમાં ખેતીવાડી રોડ પર જાગનાથ મહાદેવ પાસે
શ્રી મમ્માદેવીનું મંદિર આવેલું છે. તેની સ્થાપના સાથે એક કથા
જોડાયેલી છે. એમ મનાય છે કે આશરે બસો વરસ પહેલા રેલ્વે ફાટકનું હાલ
જ્યાં નાળું છે. એ સ્થળેથી મહીસાગર નદીનું વહેણ હતું. પરંતુ
મમ્માદેવીએ ભકતજનોના લાભાર્થે વહેણ બદલવા આદેશ કરતા મહીસાગર માતાએ
કહ્યું કે તમે પત્થર ફેંકો અને જ્યાં પડશે ત્યાંથી વહીશ.
મમ્માદેવીએ પત્થર ફેંકતા તે વાસદ પાસે પડયો ત્યારથી મહીસાગર નદીનું
વહેણ વાસદ પાસેથી વહેવા લાગ્યું.
મંદિરમાં પ્રસિધ્ધ મમ્માદેવીની મૂર્તિ બિરાજમાન છે. મમ્માદેવી
કચ્છી લોકોની કુળદેવી છે. મૂળ તો એમનું નામ હિંગળજ માતા છે. અને
અંબામાતાનું સ્વરૂપ છે. પાકિસ્તાનના એક પ્રદેશમાંથી ઊંટ પર બેસીને
કચ્છમાં આવ્યા. કચ્છમાં મોરાગટમાં મોરીમાતા (કચ્છી ભાષા પ્રમાણે)
ના નામે વસ્યા. મુંબઇમાં પણ મમ્માદેવીનું પ્રસિધ્ધ મંદિર છે.
સૈકાઓ પહેલા ત્યાં મમ્માદેવીના નામથી વસ્યા જેના નામ પરથી મુંબઇમાં
આસોમાસ અને ચૈત્રમાસની નવરાત્રી ધામધૂમથી પૂર્વક ઉજવાય છે. શ્રાવણ
માસના દર સોમવારે મેળો ભરાય છે.
.jpg) .jpg) |