|
|
|
શ્રી રાધાકૃષ્ણ મંદિર
શ્વેતનગરી આણંદમાં વિશ્વવિખ્યાત અમૂલડેરી રોડ ઉપર
ખંભાત ફાટકની નજીક
ગણેશ ચોકડી વિસ્તારમાં પ્રસિધ્ધ
શ્રી રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે.
જેની સ્થાપના તા.26-02-93ના ફાગણ સુદ પાંચમના રોજ કરવામાં આવી છે.
વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ આ મંદિરના ગર્ભગૃહમાં શ્રી
રાધાકૃષ્ણજીની મૂર્તિઓની પ્રતિષ્ઠા થયેલી છે. ભગવાનના ચરણથી પાતાળ
સુધી પંચધાતુનો તાર જોડાયેલો હોવાની ધાર્મિક દંતકથામંદિરની સાથે
જોડાયેલી છે. મહાદેવના મંદિરના શિખરથી પાતાળ સુધી 135 શિવલિંગની
હારમાળા મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ‘શ્રી
કૃષ્ણમ્ શરણં મમ્’ મુખ્ય
મંત્ર મંદિરના વાતાવરણમાં ગૂંજે છે. જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થાય
છે. રામનવમી, તુલસી વિવાહ, જેવા ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાય
છે. મંદિર દ્વારા પાટોત્સવનું ભવ્ય આયોજન થાય છે. રાધાકૃષ્ણ મહિલા
સત્સંગ મંડળ અને વૈષ્ણવ મહિલા ભજન મંડળ દ્વારા અગિયારસ અને પૂનમના
દિવસે ભજન-કિર્તન થાય છે. હાલમાં રાજેન્દ્રભાઇ બાબુભાઇ પંડયા
પૂજારી તરીકે સેવા આપે છે.
નવા રામજી મંદિર દ્વારા સંચાલિત આ મંદિરમાં યાત્રિકો માટે રહેવા
જમવાની સુવિધા પુરી પડાય છે. 200/250 માણસો માટેનો
ધાર્મિક કાર્યક્રમો માટે સત્સંગ હોલ છે. ગૌશાળાની વ્યવસ્થા અને
પક્ષીઓ માટે ચબુતરાની વ્યવસ્થા મંદિરની સેવાપ્રવૃત્તિને ગૌરવ અપાવે
છે.
|
|
.jpg)
.jpg) |