Home | Login |Sign In | Create a account
 
AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back


Forward
Share |
  
 
 
 
 
 
 
 
 

શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિર

          આણંદ નગરમાં વાડી, ગોયા તળાવ પાસે સિદ્ધપીઠ  દેવસ્થાન શ્રી રોકડીયાદેવ હનુમાનજી મંદિર આવેલું છે. આશરે 175 વર્ષ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક અવતારી પુરુષ શ્રીજી મહારાજે શ્રી રોકડીયાદેવ હનુમાનજીની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. તેની સાથે ઐતિહાસિક કથા જોડાયેલી છે.

ધર્મ વિચરણ કરતાં કરતાં સહજાનંદ સ્વામી પોતાના સંતો, બ્રહ્મચારીઓ, કાઠીદરબારો, જોબનપગી, હરિભક્તો સાથે આણંદ ગરની ભાગોળે આવેલ શીખોડ તલાવડીવાળા રસ્તેથી, આણંદ ગામે પ્રવેશ્યા. ગામના અસુર બુદ્ધિના લોકોની હેરાનગતિ છતાં શ્રીજી મહારાજે ક્ષમા આપી. આનંદગિરિ ગોસાઇની વાડીમાં પધાર્યા. ત્યાં આવેલ કુવામાંથી જળ કાઢી સંતશ્રી મુળજી બ્રહ્મચારી આદિ સંતોને મહારાજે સ્નાન કરાવ્યું. હાલ એ પ્રસાદીનો કૂવો અને પથ્થ મૂળ સ્વરૂપે મોજૂદ છે. કુળદેવ શ્રી રોકડીયા હનુમાનજી મહારાજની શ્રીજી મહારાજની આજ્ઞાથી શ્રી ગોપાલનંદ સ્વામી અને સંતોએ પૂજા અર્ચના કરી. આમ, આ ધર્મસ્થળ દિવ્ય ઐતિહાસિક-ધાર્મિક વારસાને સાચવીને આણંદ નગરની શોભા અને ગૌરવ વધારે છે.

          હાલમાં ગોપાલનન્દ સ્વામી અને કપિલમૂનિ પૂજારી તરીકે સેવા આપે છે. નમો હનુમંતેય ભય ભંજનાય સુખં કુરૂ ફટ્ સ્વાહા’ મંત્ર મુખ્ય છે. સ્વામિનારાયણ ભગવાન લિખિત આરતી અને હનુમાન સ્તોત્રમ્ દરરોજ વાંચન થાય છે. દર શનિવારે રાત્રે 8 વાગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય છે. દર શનિવારે ભકતો, દર્શનાર્થે ઊમટી પડે છે. કાળી ચૌદશ, ચૈત્રીપૂનમ, એકાદશી, હનુમાન જયંતિ જેવા તહેવારો મહાયજ્ઞ, હોમાત્મકયજ્ઞ, અન્નકૂટ ઉત્સવ, ભંડારો વગેરે ઉજવાય છે અને ભકતોને મહાપ્રસાદ અપાય છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત મંદિરના ટ્રસ્ટી તરીકે મહેશભાઇ નગીનભાઇ પટેલ સેવા આપે છે.

 
 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com