શ્રી સાંઇબાબા મંદિર
આણંદ નગરથી લાંભવેલ તરફ જતા માર્ગ ઉપર શ્રી
સાંઇબાબાનું મંદિર આવેલું છે. સર્વધર્મ સમભાવનાના શુભહેતુ
પ્રસરાવવાના ઉદ્દેશથી
ઇ.સ. 1937માં આ મંદિરની સ્થાપના કરાઇ હતી. શ્રી
સાંઇબાબાએ ખેડૂતરૂપે આ સ્થળે દર્શન આપ્યા હતાં. એવી દંતકથા આ મંદિર
સાથે જોડાયેલી છે. એટલે આ ભૂમિ શ્રી સાંઇબાબાની પ્રસાદભૂમિ
છે. હાલમાં રશ્મિકાન્ત ભટ્ટ પૂજારી તરીકે સેવા આપી રહ્યા છે.
શનેશ્વર નિર્માણદિન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
‘સાંઇ સરોવર’
નામનું પુસ્તક મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં
આવ્યું છે.
|