Home | Login |Sign In | Create a account
 
AnandCt
ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, ભેગા કામ કરવું એ સફળતા છે.
 
Back


Forward
Share |
  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

શ્રી લોટેશ્વર મહાદેવનું મંદિર

          શ્વેત નગરી આણંદમાં વ્યાયામશાળા પાસે આવેલા વિશાળ તળાવની પશ્ચિમે પ્રાચીન લોટેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તેની સ્થાપના સાથે લોકવાયકા જોડાયેલી છે. દ્રાપરયુગમાં એક હજાર વર્ષ પહેલાં વનવાસ ભોગવતા કુંતા માતાજીને શિવલિંગના દર્શન કર્યા વિના ન જમવાની ટેક હતી. શિવલિંગના દર્શન ન થાય તો જમવાનું ટાળતા હતા. એ દિવસે શિવલિંગના દર્શન ન થતાં જમવાનું મોડું થઇ ગયેલું. ઘણા ભૂખ્યા થયેલા ભીમે યુક્તિ કરીને એક જાળમાં માટીનું લોટું ઊંધુ પાડીને કુંતા માતાજીને બતાવ્યું  કે અહીં શિવલિંગ છે. કુંતા માતાએ શિવલિંગની ભક્તિભાવથી પૂજા અર્ચના કરી, એમની ટેક કાયમ રાખી હતી. તે ઊંધુ પાડેલું લોટું શિવલિંગ તરીકે કાયમ રહ્યું હતું જે આજે લોટેશ્વર મહાદેવ તરીકે પ્રસિધ્ધ છે.

          એક અન્ય લોકવાયકા મુજબ એ સ્થળે મહી નદીનું વહેણ હતું. ત્યાંજ આવેલ મમ્માદેવી  મંદિરના માતાજીની આજ્ઞા પ્રમાણે નદીએ પોતાનું વહેણ સાત ડગલા દૂર વાસદ વહેવડાવ્યું હતું. હાલ આ સ્થળે ખોદકામ કરતા પ્રાચીન ઇંટો મળી આવે છે. જે ત્યાં પહેલા ગામ વસતુ હશે અને કોઇ કારણસર નાશ પામ્યું હશે એમ મનાય છે. મંદિરની ઇમારતનો 1988 માં જીણોદ્વાર  કરવામાં આવ્યો હતો. શ્રી લોટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ આ મંદિરનો વહીવટ ચલાવે છે. 1942 પછી રચાયેલા ટ્રસ્ટમાં બાબુભાઇ મથુરભાઇ ચાવડા, રણછોડભાઇ સોલંકી, પરસોત્તમભાઇ જીભઇભાઇ પટેલ જેવા ટ્રસ્ટીઓ સેવા આપે છે. હાલ મંદિરમાં મહાશિવરાત્રી, ગૌરીવ્રત, જન્માષ્ટમી, રામનવમી, નવરાત્રિ, દિવાળી વિગેરે તહેવારો ધામધૂમથી ઉજવાય છે. મહાશિવરાત્રીએ ભવ્ય શોભાયાત્રા નીકળે છે. શ્રાવણ માસમાં શિવમહાપૂજન થાય છે. નવરાત્રીમાં હવન કરવામાં આવે છે. દર સોમવારે 108 દીપ પૂજન થાય છે. દર સોમવારે મેળો ભરાય છે.

 







 

 
.                .                             .                   .                        .  
 
  anandct.com
Meet Us Call Us Email Us Follow Us
G4-Avishkar Complex,Opp. Anand  Arts College Nr Gried,
Anand 388001
02692 269990
93286 69990
info@anandct.com FaceBook
Twitter
 
  anandct.com   All Rights Reserved 2011 Managed by epu IT Services  Pvt. Ltd.  email :info@epuit.com